top of page



ન્યૂઝવાલા મીડિયા
૨૦૦૭માં મોરારિબાપુના જીવન પર આધારિત 'માઇલસ્ટોન' પુસ્તકથી શરૂઆત કરનારાં 'ન્યુઝવાલા મિડિયા'એ બાર વરસ દરમિયાન પટેલ: ધ લેન્ડલોર્ડ, મહારથી, મહારાજા, ધ લેજન્ડ, અસામાન્ય અને જિંદગી ડૉટ કોમ જેવા પચાસથી વધુ બેસ્ટસેલર પ્રકાશિત કર્યા છે. લાગલગાટ આઠ વર્ષથી 'રાજકોટવાલા' સિરિઝ આપીને ગુજરાતી પ્રકાશન ક્ષેત્રમાં અનોખી મિસાલ કાયમ કરનારાં 'ન્યુઝવાલા મિડિયા' એ સૌ પ્રથમ 'ગૂડ લાઇફ' સિરિઝ થકી નેનો બુકનો કોન્સેપ્ટ આપ્યો પણ છે. 'ન્યુઝવાલા મિડિયા'ના પ્રકાશનો અને નરેશ શાહની કલમના કસબને ગુજરાતના ત્રણ (બે તત્કાલિન) મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણી તેમજ કોકિલાબેન (ધીરૂભાઇ) અંબાણી પણ બિરદાવી ચૂક્યા છે !

bottom of page