top of page

નરેશ શાહ

ગુજરાત સમાચાર, અભિયાન સહિત બે ડઝનથી વધુ પ્રકાશનોમાં (ચિત્રલેખા થી મુંબઈ સમાચાર અને દિવ્ય ભાસ્કરની સાંજ  સમાચાર સુધી) લખી ચૂકેલાં નરેશ શાહે ૨૦૦૬માં સ્વૈચ્છિકપણે ઍકટિવ પત્રકારત્વ છોડીને પુસ્તક પ્રકાશનના જોખમી ક્ષેત્રમાં ઝંપલાવી એક જ દશકામાં એક કરોડની કિંમતના પુસ્તકો થકી સફળતા મેળવી છે. સાથોસાથ અજંતા ગૃપના જયસુખભાઇ પટેલ, બાન લેબ્સના મૌલેશ ઉકાણી, રાજુ એન્જિનિયર્સના જનક દોશી પરિવાર સહિત અનેક દિગ્ગજોના વિચારો યા જીવનને કલમબધ્ધ પણ કર્યા છે. કોરોના કાળ પહેલાં (જૂલાઇ, ૨૦૧૯) જ ભવિષ્ય પારખીને 'અસામાન્ય' નામનું ગુજરાતી ભાષાનું પ્રથમ અને એકમાત્ર ડિજિટલ મેગેઝિન શરૂ કરીને પ્રથમ વર્ષે જ ૫૦,૦૦૦ વાંચકો સુધી પહોંચી જવાનું શ્રેય પામનારા નરેશ શાહ એકમાત્ર એવા પત્રકાર કમ લેખક છે, જેમણે પુસ્તકો પ્રકાશિત કરવાની સાથે દોઢ ડઝનથી (માઇલસ્ટોન, પટેલ: ધ લેન્ડલોર્ડ, મહારથી, ધ લેજન્ડ, ૧૯૪૭-૧૯૯૭) વધુ બેસ્ટસેલર પુસ્તકો પણ આપ્યાં છે!

bottom of page